કૂબો
- ૧. (પું.) એ નામની એક વનસ્પતિ; દ્રોણપુષ્પી. તેનાં પાંદડાં દવામાં વપરાય છે. તેનો ગુણ પિત્તલ અને ભેદન છે. તેનો ઉપયોગ કમળો, સોજા અને જ્વર ઉપર થાય છે.
- ૨. (પું.) કાંકરેટવાળું ભોંયતળિયું; છો; રથ્થડ.
- વ્યુત્પત્તિ: [ફારસી] કૂબહ = મોગરી
- ૩. (પું.) ઘૂમટવાળું ઘાસનું ઝૂંપડું, ઘૂમટવાળું રહેઠાણ, ઘાસપાલાનું એવું બનાવેલું ઝૂંપડું. (ગોળાકાર).
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૪૧:
- ‘ભારાડી થયા વિના તો કૂબાની ભાળ મને ક્યાંથી લાગી હોત ?’
- ઉદાહરણ
- ૪. (પું.) ઢાલ ઉપરની પિત્તળની ભમરી; ઢાલ ઉપરનો ઊપસેલ ભાગ.
- ૫. (પું.) ધૂમસ; લાકડાના કે લોઢાના વજનદાર ડચકામાં ઊભી લાકડી ખોસી બનાવેલું ટીપવાનું સાધન, ટીપવાનું લાકડાના કે લોઢાના વજનદાર ડચકામાં લાકડી ખોસી બનાવેલું સાધન;
સડક ઉપર તેમજ ભોંતળિયે યા ધાબા ઉપરનું કૉન્ક્રીટ દબાવવા વપરાતું લાકડાનું કે લોખંડનું હાથાવાળું સાધન, મોગરો.
- ૬. (પું.) પક્ષીએ બાંધેલો માળો.
- વ્યુત્પત્તિ: [અરબી] કુબ્બહ = ઘુમ્મટ
- ૭. (પું.) ભરતકામમાં મૂકવામાં આવતી કટોરી.