• ૧. (પું.) ઉત્તમ જાતનો ઘોડો.
    • [સંસ્કૃત]
  • ૨. (સ્ત્રી.) બંગાળી બ્રાહ્મણની એક જાત. તેઓ પોતાનો બીજા બ્રાહ્મણો કરતાં ચડિયાતા માને છે. પંચગૌડાના એક બ્રાહ્મણ આદિશૂરે પોતાના રાજ્યમાં સાગ્નિક બ્રાહ્મણ ન હોવાથી આઠમા સૈકાના આરંભમાં કાશીમાંથી પોતાની સાથે જે પાંચ બ્રાહ્મણ આણ્યા હતા તેનાં આ સંતાન હોવાનું કહેવાય છે.
  • ૩. (ન.) બંગાળી બ્રહ્માણની એ નામની જાતનું માણસ.
  • ૪. (વિ.) ઊંચી પદવીનું.
  • ૫. (વિ.) કુળવાન; ખાનદાન; ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ; ઊંચા કુળનું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      આટઆટલી વિષમતાઓ વચ્ચે આભાશા એક આશ્વાસન અનુભવતા હતા કે સુલેખા જેવી સંસ્કારી અને કુલીન પુત્રવધૂ પોતાને આંગણે છે.
  • ૬. (વિ.) તંત્રોક્ત કુલાચારવાળું.
  • ૭. (વિ.) નીચ કુળનું; હલકું વ્યંગમાં તેમ બોલાય છે.
  • ૮. (વિ.) પવિત્ર; શુદ્ધ.
  • ૯. (વિ.) પૃથ્વીને વળગેલ.
  • ૧૦. (વિ.) બંગાળી બ્રાહ્મણની એક જાતનું.
  • ૧૧. (વિ.) સારા આચરણવાળું.