કુંદન
- સ્ત્રી.
- મેમણની એ નામની એક અટક.
- ન.
- એ અટકનું માણસ.
- કંચન; ચોખ્ખું સોનું; શુદ્ધ સોનું; ઊંચી જાતનું એક સોનું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૫:
- “એક તરફથી સરકારને ‘ મદથી છકેલા, જેમને જુવાની તેમજ અમલનો બેવડો મદ ચડેલો છે, અને તેને કાબૂમાં રાખવાને અક્કલ નથી એવા’ માણસો મળ્યા હતા. બીજી તરફથી સરદારને કુંદન જેવા સાથી મળ્યા હતા, સરદારને સાચી પરિસ્થિતિથી વાકેફ કરનારા, નબળાઈ ને ઢાંકનારા, અને સરદાર પણ જેની પવિત્રતાને નમે એવા સાથીઓ મળ્યા હતા.”
- રૂઢિપ્રયોગ
- કુંદનમાં જડવા જેવું = વિદ્યા, ધન યશથી શોભે એવું.
- જવાહીર જડવાનું ખાનું.
- વિશેષણ
- એ નામની અટકનું.
- ચકચકિત; પ્રકાશિત.