હાથી. ઉત્સાહ, વેગ, સાહસ, મદ, સત્ત્વ, ગુરુત્ત્વ, દક્ષતા અને સૂંઢ તથા દાંતના કર્મમાં કુશળ એટલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. કુંજ એટલે હાથીની હડપચી સુંદર લાગવાથી હાથીને કુંજર કહે છે.
વિંધ્યની દક્ષિણે આવેલા પર્વતનું નામ. તે ઉપર અગત્સ્ય ઋષિએ આશ્રમ સ્થાપ્યો હતો.
પાંચ માત્રાનો પહેલો પ્રસ્તાર.
પદ્મપુરાણ અનુસાર એક વૃદ્ધ શુક પક્ષી. તેણે ચ્યવનને ઉપદેશ આપ્યો હતો.