કાંટિયાવરણ
- ૧. સરહદ ઉપર રહેનાર લોક; મરવા તૈયાર થાય તેવી અને હથિયારનો ઉપયોગ કરે એવી લડાયક શૂરી જાતિ. રજપૂત, કોળી, રબારી, આહેર, ભરવાડ, મેર, મિયાણા, સંધી, વાધેર વગેરે જાતો આમાં ગણાય છે.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત] ઉપકંઠ (કિનારો) + વર્ણ (જાત), કાંઠે રહેનારી જાત.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૭:
- એમાંય ચતરભજે તો એ ધીરધાર ઉજળિયાત વર્ગના આસામીઓ પૂરતી જ ન રહેવા દેતાં કાંટિયાં વરણમાં પણ વિસ્તારી હતી.
- ૨. લડાયક તેમજ નીડર અને શૂરાતની લોકોની જાત, (અંગ્રેજી) ‘મિલિટરી રેઇસ’ Military Race