કળ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુલિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] કલ્ ( જાણવું )
અર્થ
ફેરફાર કરો- ખબર
- કાદવ, કીચડ
- હાથ.
ઉદાહરણ
ફેરફાર કરોઅસ્ત્રી તે નહિ આપણી, મર કળના દિયે કોલ; માગિયે તયેં માથા આગમે, પછે બીજા કાઢે બોલ. – લોકસાહિત્ય
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રીલિંગ)
અર્થ
ફેરફાર કરો- આસામી; માણસ
- ઉકેલ; આવડ; ગમ; સૂઝ
- ઓળખાણ
- કળતર.
- કળા; હુન્નર.
- કૂંચી; ચાવી; યંત્રની ચાવી; ચાંપ.
- કૂંચી ફેરવીને ઉઘાડી તથા બંધ કરી શકાય એવું પેટી વગેરેને જડવામાં આવતું યંત્ર.
- ખાર.
- ચાલ.
- જવું તે.
- જ્ઞાન; સમજણ
- ડોળ; મેલ.
- તાળું; આંકડી.
- દંતાળ હાંકતાં દાંતાને ગુલીએ ગારો ચોટી બિયારણ વવાતું બંધ પડે તે.
- દુ:ખની ઝણઝણી; પીડા.
- નિરાંત; શાતા; સ્વસ્થતા; ટાઢક.
- પીંજણનો એક ભાગ; કાકર અને પાટિયા વચ્ચે રખાતી ચામડાની ફાચર.
- ભમરી; ઘૂમરી.
- માત્રા; અક્ષરનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે તેની ગણતરી. તેને કળ, કળા, મત્તા કે માત્રા કહે છે.
- મૂર્ચ્છા; તમ્મર.
- યંત્ર; કરામત; સંચો.
- યુક્તિ; ઉપાય.
- રહસ્ય; મર્મ.
- હથોટી; હાથનો કસબ.
- હરકત.
- હોંસમાં આવવું તે.
- લાગ; યુક્તિ; કરામત; કીમિયો ; કુનેહ,
- (છંદમાં) કળા, માત્રા.
- અટકળ, અનુમાન
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
અર્થ
ફેરફાર કરો- કુળ; ઘર; કુટુંબ.
- ખાતેદાર ખેડુ.
- ગ્રાહક; અસીલ; ધરાક. (બહુવચન કળો)
ઉદાહરણ
ફેરફાર કરોઆવી આવી વાતો કરીને આભાશાના શોષિત કળો જરા આત્મસંતોષ અનુભવી લેતા. - વ્યાજનો વારસ
- તલનાં ખાલી ડોડવાં.
- મધુર ગાણું.
રૂઢિ પ્રયોગ
ફેરફાર કરો- કળ ઉતારવી = પગને તળિયે માખણ તથા મીઠું કાંસાના વાટકા વડે ઘસીને પગ ધોવા આમ કરવાથી કળતર મટે છે.
- કળ ઉતારવી = શરીરના કોઇ પણ ભાગ ઉપર પથ્થર કે જડ વસ્તુ વાગી જતાં પાણી રેડવું.
- કળ દેવી-વાસવી = કૂંચી આપવી; બંધ કરવું.
- કળ ચડાવવી-મરડવી = (૧) બીજી બાજુએ ફરે એમ કરવું. (૨) બીજે રસ્તે ચડાવવું; ઉશ્કેરવું.
- કળ ઉઘાડવી = ચાંપ અને તાળું વગેરે ખોલી દેવાં.
- કળ દાબવી = (૧) આંકડી અથવા ચાંપ ફેરવવી. (૨) ઉશ્કેરવું. (૩) ખરો માર્ગ પકડવો; ખરી રીત લેવી. (૪) ફેરવવું; પ્રવૃત્ત થાય એમ કરવું. (૫) યંત્ર ફરે તેમ કરવું; સંચો ચલાવવો. (૬) સંજ્ઞા કરવી.
- કળ આવવી-ચડવી = અતિ દુ:ખ અને શોક વગેરેથી સમજ જવી; આકુળવ્યાકુળ થઇ જવું.
- કળ ઊતરવી = દુ:ખમાંથી મુક્ત થવું.
- કળ ખાઇને રોવું = ખૂબ રડવું.
- કળ ખાઇને હસવું = ખૂબ હસવું; હદ ઉપરાંત હસવું.
- કળ વળવી = (૧) દુ:ખમાંથી મુક્ત થવું; નિરાંત થવી (૨) સંજ્ઞા આવવી; શાંત પડવું; સ્વાસ્થ્ય મેળવવું.
- કળ પડવી = યુક્તિ સૂઝવી.
- કળ બતાવવી = ખુલ્લું કરાય એવી યુક્તિ બતાવવી; માર્ગ બતાવવો; સૂઝ પાડવી.
- કળથી થાય તે બળથી ન થાય = યુક્તિથી કાર્યસિદ્ધ થાય છે, બળથી નહિ.