• ન.
    • ઓસામણ.
    • (सं. અવસો) કટોકટીના વખતની હિંમત કે જુસ્સો; ધીરતા.
    • (सं. અવસાન) છેડો; અંત; મોત
    • તાત્કાલિક સ્મરણ; સમયસૂચકતાથી યાદ આવવાપણું.
    • નિશાન; ધ્યેય.
    • પાછું હઠવું તે; ઓસરવાપણું.
    • (કચ્છી) હોંશ; ઉત્સાહ; ઉમંગ; ઉલટ.
    • સ્મૃતિ; યાદી; ભાન; સ્મરણ; ખયાલ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૯૧:
      “શિવરાજ પોતાના હૃદયમાં ચાલતા નવસંગીતમાં એટલો મગ્ન હતો કે માલુજી જે કહેવા આવેલો તેનું ઓસાણ એને આવ્યું જ નહીં.”
  • રૂઢિપ્રયોગ
    • ૧. ઓસાણ આવવું = યાદ આવવું.
    • ૨. ઓસાણ ચૂક થઈ જવું = સ્મૃતિ જતી રહેવી.
    • ૩. ઓસાણે ચડવું = યાદ આવવું.
    • ૪. ધાર, અણી ને ધુબાકો, ચોથું ઓસાણ હથિયાર = ધારવાળાં, અણીવાળાં અને ભડાકો થાય તેવા ત્રણ જાતના હથિયાર હોય છે પણ તે સિવાય બરાબર વખતે કોઈ બાબત એકાકએક લક્ષમાં આવે તે ચોથું હથિયાર ગણાય છે.