વિo

સંસ્કૃત


૧' સંખ્યામાં પહેલું (૨) અજોડ; અદ્વિતીય; (જેમ કે,'ઈશ્વર એક છે'; 'તમે જ એક ખરા, બાકીના ખોટા?') (૩) કોઈ અમુક; તદ્દન ચોક્કસ નહિ એવું ('એક રાજા હતો.') (૪) એક સરખું; સમાન; ભેદ વગરનું ('તમે અમે સૌ એક છીએ') (૫) એક મતનું; એકતાવાળું; સંપીલું; એકઠું ('બધા પક્ષો એક ન થાય'; 'નેતાઓ એક ન થાય ત્યાં સુધી.') (૬) અમુક નિશ્ચિત, બીજું નહિ (જેમ કે, કહેવું એક ને કરવું બીજું; એક વાત કરો તો સમજણ પડે) (૭) સંખ્યાવાચક શબ્દને છેડે આવતાં 'આશરે 'શુમારે' એવો અર્થ બતાવે છે. ઉદાo પાંચેક; સોએક (૮) 'ફક્ત;માત્ર' જેવો ભાવ બતાવે છે. જેમ કે, 'એક પિતાના વચનને સારુ રામ વનમાં ગયા.=== અનુવાદ ===

આ પણ જુઓ

ફેરફાર કરો