• ૧. (ન.) (બ.વ.) ઊઠાંના પાડા; સાડાત્રણના ગુણાકારવાળા ઘડિયા; સાડાત્રણના એકથી સો સુધીના ગુણાકારનો આંક; ‘સાડાત્રણ’ના પાડા કે ઘડિયા
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] અર્ધ ( અરધું ) + ચતુર્થ ( ચોથું ); પ્રા. અદ્ધૌઠ્ઠો, અદ્ધચૌટ્ઠ-અદ્ધયઉટ્ઠ-અદ્ધઉટ્ઠ-અધુટ્ઠ-અહુટ્ઠ-ઉંઠ
  • ૨. (ન.) (બ.વ.) છેતરપિંડી; ઠગાઈ.
    • રૂઢિપ્રયોગ:
      ૧. ઊઠાં ગણાવવાં-ભણાવવાં = ખોટી વાત સમજાવવી; આડુંઅવળું સમજાવવું; છેતરવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૪૧:
      ‘ગામ તો ગાલાવેલું કહેવાય. એને ઊઠાં ભણાવવાં એમાં તે કઈ મોટી વાત ?’
      ૨. ઊઠાં ગોખી જવાં-ભણવાં = નાસી જવું.
      ૩. ઊઠાં સુધી ભણવું = થોડું ભણવું અથવા તદ્દન અભણ રહેવું.
  • ૩. (અ.) (કચ્છી) ત્યાં.


  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૧૬૩૫
  • “ઊઠાં - Gujarati to Gujarati meaning, 'ઊઠાં' ની ગુજરાતી વ્યાખ્યા”, in Gujarati Lexicon[www.bhagavadgomandalonline.com/detail.php?srch=1635&term=ઊઠાં], accessed 2020-03-10