ઉગારો
- ૧. (પું) ચોમાસામાં ઊગતા અને ફાલતા નાના છોડનો જથ્થો; ઉગાવો.
- ૨. (પું) બચાવ; ઉદ્ધાર; ઉગારવાપણું; રક્ષણ.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત] ઉદ્દ ( ઉપર ) + ગ્દ ( કાઢવું )
- ૩. (પું) બચી જવાનો ઉપાય.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૫:
- થોડી વાર મૂંગી રહીને એણે પૂછ્યું : ‘હવે આમાંથી કોઈ ઉગારો બતાવીશ, ચતરભજ ?’
- ઉદાહરણ
- ૪. (પું) લાભ; ફાયદો.
- ૫. (પું) વધારો.
- ૬. (પું) શેષ; બચત.
- રૂઢિપ્રયોગ:
૧. ઉગારે પડવું = (૧) જમે રહેવું. (૨) બચવું; વધવું; બાકી રહેવું.
૨. ઉગારે પાડવું = (૧) જમા રાખવું. (૨) બચાવવું.
- રૂઢિપ્રયોગ: