ઉક્તિ
પ્રકાર
ફેરફાર કરોનામ, સ્ત્રીલિંગ
અર્થ
ફેરફાર કરો- એક ઉપર બોલાતું હોય પણ બીજાને લાગુ પડતું હોય એવી યુક્તિવાળી બોલી.
- વચન, બોલ, કથન, વાણી, ભાષણ, વાક્ય, શબ્દરચના, કહેણ
- (નાટ્યશાસ્ત્ર) નાટ્યરચનામાં તે તે પાત્રનો વચન વિન્યાસ.
- (કાવ્ય) પ્રસાદક એટલે સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ. યુક્તિને લીધે પોતાના ધારેલા અર્થને ટેકો મળે એ ઉક્તિ કહેવાય.
- દાખલો, ઉદાહરણ.
- ઠરાવેલા કરતાં ઓછા દરની જમીન; સાંથે આપેલી જમીન. રૂઢિપ્રયોગ: ઉક્તિ જમીન - (૧) વીઘા ઉપર જે દર ઠરાવેલો હોય તે ન લેતાં ઊચક રકમ લેવી એવા ઠરાવવાળી જમીન; વીઘા અથવા સાંતી દીઠ વીઘોટીનો દર ઠરાવવાનો બદલે ઉધડ રકમ લઈ અપાયેલ જમીન. (૨) સાથે આપેલી જમીન.
- સં. વચ્ ( બોલવું ) એક જાતનો અલંકાર, શબ્દલાલિત્ય, વાક્ચાતુર્ય, વાક્પાટવ, વાણીની ચતુરતા.
- કહેવત
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ