• ૧. (પું.) (સ્ત્રી.) (ન.) પાણી અટકાવવા માટે કરેલી પાળ કે ભીંત; બંધ.
    • વ્યુત્પત્તિ : [ આડું + સૃ ( સરવું ) ]
  • ૨. (પું.) (સ્ત્રી.) (ન.) મોભ; આડી પાટડી; અડસર; છાપરૂં ટકાવવા માટે લંબાઈને સમાંતર રાખવામાં આવતું જાડું લાંબું લાકડું, છાપરીના બેઉ પડાળના ઉપર મથાળે આધાર માટે બેઉ કરાએ છેડા ટેકાવાય તેવી રીતનું જાડું લાકડું,
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
      ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા.