• ન.
    • માડાગાસ્કરના જંગલમાં ઝાડમાં રહેતું, રાત્રે ફરનારું, બિલાડીના જેવડું એક ચોપગું પ્રાણી. તેને મોટા ઉંદરના જેવા તીક્ષ્ણ દાંત લાંબી પાતળી આંગળીઓ અને અણીદાર પંજા હોય છે. વચલી આંગળી બહુ જ પાતળી હોય છે. પહેલવહેલું 'સોન રાતે' ઈ.સ. ૧૭૮૦માં આ પ્રાણીને શોધી કાઢ્યું હતું. રાત્રે ફરનારું હોવાથી તે બહુ જ થોડું નજરે પડે છે. ઈ.સ. ૧૮૫૮માં ડૉ. સાન્ડઉઈચે આ પ્રાણીને મોરીસ ખાતે પકડ્યું. તેને ઇંગ્લંડ મોકલવા લોઢાના પીંજરામાં પૂર્યા છતાં તેમાંથી તે બાકોરું પાડીને નાસી ગયું. તેના દાંત અતિ તિક્ષ્ણપણાને લીધે છેવટે તેને મારીને ઈ.સ. ૧૮૬૦માં ઇંગ્લંડ મોકલ્યું હતું.