• ૧. પું.
    • કરડે એવો જીવડો.
    • બાળકને બીવરાવવા માટે વપરાતો શબ્દ.
    • બાળકની બીવરાવે એવો કાલ્પનિક બિહામણો જીવડો; હાઉ.
  • ૨. સ્ત્રી.
    • [सं. આયુ] ઉમર; વય.
    • જીવન; આવરદા; આયુષ્ય.
    • Prakrit

પાણી.

    • પાણીનો જીવ; અપકાય.
    • પૂર્વાષાઢા નક્ષત્રનો દેવતા.
  • ૩. ન.
    • બાવલું; અડણ; આંચળ પાસેનો ભરાવદાર ભાગ.
      • આઉ આવવું = ઢોરના અડણમાં દૂધ ભરાવું.
      • આઉ ઉતારવું–મેલવું = ગાભણા પશુના આઉનું વધવું.
    • વૃષણ સહિત ઇંદ્રિયવાળો ભાગ.
  • ૪. અવ્યય
    • નામ પરથી વિશેષણ બનાવનાર પ્રત્યય. જેમકે, વગડાઉ, ફળાઉ.