આઈન
- ૧. પું.
- કાયદો; ધારો; કાનૂન; રાજનિયમ. રાજાએ કરેલ આઈન કહેવાય અને હજરત મહમ્મદે કરેલ શરઅ કહેવાય.
- શબ્દસમૂહ
- આઈનદ્રોહી = કાયદાની સામે થનાર; અરાજકતાવાદી
- આઈને દિવાની = દિવાની કાયદો.
- આઈને ફોજદારી = ફોજદારી કાયદો
- આઈને માલ = મહેસૂલી કાયદો
- ચાટલું; આરસી; દર્પણ; આદર્શ.
- ચાલ; રિવાજ; રસમ.
- રાજકારભાર ચલાવવાની રીત.
- શોભા.
- ૨. ન.
- [सं. રક્તાર્જુન]. ઇમારતી કામમાં વપરાય એવા મજબૂત લાકડાવાળું અને લાંબા પાંદડાવાળું એક જાતનું ઊંચું ઝાડ. તેની કાળી અને ધોળી એવી બે જાત થાય છે. તેની છાલ રંગવાના કામમાં ઉપયોગી મનાય છે.
- ૩. વિશેષણ
- સુંદર; સુશોભિત.
સંદર્ભ
ફેરફાર કરો- આઈન ભગવદ્ગોમંડલ પર.