૧. (ન.) તલવારનું ફળું કે મ્યાન

૨. (ન.) ધારદાર પાનની એક વનસ્પતિ

૩. (ન.) શેરડી.તેનાં પાન તલવારનાં જેવાં હોય છે.

૪. (વિ.) તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પાંદડાંવાળું.

૫. (જૈન) (ન.) તરવારના જેવાં પાંદડાંવાળું વૃક્ષ ઉત્પન્ન કરી તેની નીચે બેસાડીને નારકી જીવના કટકા કરનાર પરમાધામી દેવતાની એ નામની એક જાત. [સંસ્કૃત: અસિ (તલવાર)+ પત્ર (પાંદડું)]

૬. (ન.) બેધારી તરવાર; શેરડીના પડછા જેવું બન્ને તરફ ધારવાળું ખડગ.

૭. (ન.) એક નરક

  • શબ્દકોશ સલાહકાર સમિતિ (૧૯૯૫) વ્યાવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ[૧], ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, page ૨૩