• ૧. (સ્ત્રી.) દશમા સૈકામાં આર્યાવર્તમાં ચાલતો એ નામનો ધર્મ.
  • ૨. (સ્ત્રી.) તરવારની ધાર.
    • ઉપયોગ : અસિધારાએ રહેવું કે ચાલવું = બહુ સંભાળથી કામ કરવું; ચેતીને ચાલવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall work in Gujarati), page ૧૭૧:
      અસિ–ધાર સરખી એ સાધનામાંથી ડગી જવાની, ચ્યુત થવાની કિંમત એમને પોતાની જિંદગી વડે ચૂકવવી પડી.
    • વ્યુત્પત્તિ : [સંસ્ક્ટત] અસિ ( તરવાર ) + ધારા ( ધાર )