અવાંતર
- ૧. પું.
- सं. અવગત (જાણેલું) + અંતર (અંદરનો ભાગ) વચગાળો; મધ્યભાગ.
- ૨. વિશેષણ
- અંદર આવી જતું; સમાયેલું.
- આડકતરું.
- सं. અવ (નીચે) + અંતર (છેટું) નીચેનું; ગૌણ; ઊતરતું; તાબાનું.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો (overall work in Gujarati), page ૪૨:
- “સરદારમાં કેસના મૂળ મુદ્દાને તારવીને પકડી લેવાની અને અવાંતર બીનાઓને બાજુએ કાઢી નાખી પોતાનો કેસ રજૂ કરવાની શક્તિ અજબ હતી.”
- પ્રસંગે આવેલ.
- બહારનું; બાહ્ય.
- सं. અવ (નિશ્ચયવાચક ઉપસર્ગ) + અંતર (નિરાળું) બીજું; વધારાનું; જુદું; ઉપ; પેટા; અંદરનું.
- सं. અવ (નિશ્ચય બતાવતો ઉપસર્ગ) + અંતર (મધ્યભાગ) વચગાળેનું; માંહેલું; બેની વચમાં આવેલું.
સંદર્ભ
ફેરફાર કરો- અવાંતર ભગવદ્ગોમંડલ પર.