• ૧. (ન.) અવળું થાય એવું કામ.
  • ૨. (ન.) ચાંદવું; અડપલું.
  • ૩. (વિ.) અટકચાળું; અડપલાખોર.
  • ૪. (વિ.) કહીએ તેથી ઊલટું કરનારૂં કે ચાલનારૂં; આડું; વિરુદ્ધ.
    • વ્યુત્પત્તિ: [ અવળ ( ઊલટું ) + ચંડ ( ગરમ ) ]
  • ૫. (વિ.) મમતી; જિદ્દી; દુરાગ્રહી.

ઊતરી આવેલો શબ્દ= ફેરફાર કરો

  • ૧. (પું) અવળચંડો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall work in Gujarati), page ૧૯૨:
      ‘અરે ભગવાન ભગવાન ! સાવ અવળચંડો સભાવ થઈ ગયો એની સાથે વાત પણ શું કરવી ને શિખામણેય શી દેવી ?’ માનવંતી કંટાળીને કહેતી.
  • ૨. (સ્ત્રી.) અવળચંડી