નામ (સ્ત્રીલિંગ)

ફેરફાર કરો
  • ૧. નીતિ.
  • ૨. મર્યાદા અને વિનય સૂચવે એવો શરીરનો મરોડ; બન્ને હાથ કોણી આગળથી વાળી છાતી ઉપર સામસામી બગલમાં અડકે અથવા તેની નજીક રહે તેવી રચના. લટકતા જમણા હાથની પોચી મૂઠ્ઠી વાળી તે ડાબી તરફની બગલમાં અને તે જ પ્રમાણે ડાબા હાથની મૂઠ્ઠી જમણી બગલમાં એવી રીતે રાખવી કે જેથી બન્ને હાથના કાંડાની લંબચોકડી આકારની આંકડી પડે.
    • રૂઢિપ્રયોગ
    • ૧. અદબ કરવી — ભીડવી — વાળવી = વિવેક દેખાડવો; માન આપવું; મર્યાદા દેખાડવી.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ (in English), page ૧૬૯:
      “નીચે ઊતરીને એણે એ મહાકાય સંઘપતિની સામે અદબથી હાથ જોડીને શબ્દોચ્ચાર કર્યા તે જોઈ સાંભળીને ગુરુદેવ ચકિત થયા.”
  • ૩. [અરબી] મલાજો; આમાન્યા
    • ઉદાહરણ : મ્હોટા જનની અદબ રાખવી, બાળને શિક્ષા દેવીજી. — દયારામ
    • રૂઢિપ્રયોગ
    • ૧. અદબ છોડવી — તોડવી — મૂકવી = મર્યાદાના ન રાખવી.
    • ૨. અદબ મૂકાવવી = પોતાનો ભારવક્કર તોડાવવો.
    • ૩. અદબ રાખવી કે અદબમાં રહેવું — મલાજામાં રહેવું.
  • ૪. [અરબી] વિનય; વિવેક; સભ્યતા; નમ્રતા

તદ્‌ભવ શબ્દો

ફેરફાર કરો
  • આદાબ = વંદન; વિનય; વિવેક
  • અદીબ = વિદ્વાન; શિક્ષક
  • તાદીબ = શિક્ષા; સુધારણા