અકિંચનતા
- ૧. (સ્ત્રી.) દરિદ્રતા; ગરીબી; નિર્ધનતા; અકિંચનપણું.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત]. અકિંચન ( ગરીબ ) + તા (પણું)
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (in English), page ૧૮૭:
- લશ્કરી શેઠ વીલની નકલ વાંચી ગયા. મોંના મલકાટ સાથે કાગળનું ભૂંગળું વાળીને ગજવામાં મુકવા જાય છે ત્યાં જ નંદન બારણામાં આવીને ઊભી રહી. એને લાગ્યું પેલી પારકી જણી સુલેખડીનો બાપ આ ઘરની બધી જ માલમતા લૂંટીને ગજવામાં ધાલી રહ્યો છે. કોણ જાણે કેમ પણ નંદન આપોઆપ એક જાતની અકિંચનતા અનુભવી રહી.
- ૨. (સ્ત્રી.) નાદારી; દેવાળું.
- ૩. (સ્ત્રી.) સંચય નહિ કરવો તે; અપરિગ્રહ. તે યોગનો એક યમ છે; સ્વેચ્છાએ સર્વત્યાગ.